અર્થ વગરની, ભેજાનું ભોપાળું કાઢતી ગેમ્સ રમીને થાક્યા હો અને સાચા અર્થમાં મગજનું દહીં કરતી હલકીફૂલકી ગેમ્સ રમવા માગતા હો તો અચૂક જોવા જેવી છે આ સાઇટ...
પહેલાં થોડાક સવાલોનો મારો સહન કરો - પાંચ વત્તા બે કેટલા થાય? છ ઓછા ત્રણ? બાર ભાગ્યા ચાર? અકળાયા? થોડી ધીરજ ધરો. તમે દિવસમાં કેટકેટલાય જાણ્યા અજાણ્યા લોકોને મળો છે, એ બધા તમને એમનાં વિઝિટિંગ કાર્ડ આપે છે, દિવસના અંતે, એ કાર્ડ જોઈને તમે એ વ્યક્તિનો ચહેરો યાદ કરી શકો છો? આ શું માંડ્યું છે એવું લાગે છે? હજી થોડી ધીરજ ધરો. તમને અંગ્રોજીના ત્રણ અક્ષર આપવામાં આવે એમાંથી તમે ફટાફટ કેટલા શબ્દો બનાવી શકો? હજી એક સવાલ - તમને વિડિયો ગેમ્સ ગમે છે? ઓકે ઓકે, આ જરા હદ થઈ જાય એવો સવાલ આવી ગયો, સોરી.
પણ મુદ્દાની વાત એટલી કે આટલે સુધી વાંચતાં હાંફી ગયા? મગજનું દહીં થઈ ગયું? તો હવે વિચારો કે આવી બધી, નાની અમથી, ટચૂકડી જ, પણ મસ્ત મજાની ગેમ્સ તમને રમવી ગમે? જવાબ હામાં જ હોવાનો એ તો નક્કી છે, પણ વાત અહીં જ શરૂ થાય છે.
ઘરમાં કમ્પ્યૂટર અને નેટ કનેક્શન ધરાવતાં મોટા ભાગનાં માબાપની પહેલી ફરિયાદ એ જ હોય છે કે છોકરાં નેટ પર ગેમ્સ રમવામાંથી ઊંચાં આવતાં નથી (પોતે ઓફિસમાં બોસની નજર ચૂકવીને સોલિટેર રમી લે એનો વાંધો નહીં!). ફરિયાદ જોકે ખોટી પણ હોતી નથી કેમ કે ગેમ માત્ર બે ઘડી મજા ખાતર રમાય ત્યાં સુધી વાંધો નહીં, પણ એનું એડિક્શન ન થવું જોઈએ. ઘણી ખરી વિડિયો ગેમ્સ કે નેટ ગેમ્સથી આંખોને તકલીફ પહોંચે પણ દિમાગને કસરત મળતી નથી એ વાત પણ સાચી.
મુખ્ય સવાલ તો એ જ છે કે એ બધી ગેમ્સ રમ્યા પછી શું? તમારી મેમરી વધે? તમારું મગજ શાર્પ થાય? તમારું ધ્યાન કેન્દ્રિત થાય? તમે કામમાં વધુ ફોકસ્ડ એપ્રોચ અપનાવી શકો? તમારી સામે જે સ્થિતિ સર્જાય તેમાંથી તમે ફટાફટ માર્ગ શોધતાં શીખી શકો? આ બધા સવાલનો જવાબ પણ હા હોઈ શકે છે! નેટ પર ગેમ્સ રમીને તમે મગજ કસી શકો છો, તમે બુદ્ધિને તેજ બનાવી શકો છો!
પણ એક શરત છે, તમારે ગેમ્સ રમવા માટે લુમોસિટી (www.lumosity.com) જવું પડે.
શું છે આ લુ
મોસિટી? સીધોસાદો ને સહેલો જવાબ આપવામાં મગજનું દહીં થઈ જાય એમ છે. ટૂંકમાં એમ કહી શકાય કે કેટલાક ખરેખરા ભેજાબાજોએ ભેગા થઈને, દુનિયાભરના લોકોનો બુદ્ધિઆંક ઊંચે લઈ જવાની વૈજ્ઞાનિક કસરત આદરી છે અને એનું પરિણામ છે આ લુમોસિટી. આ સાઇટ પર અનેક નાની નાની, હેતુપૂર્વક તૈયાર કરાયેલી, સાયન્ટીફિકલી ડિઝાઇન્ડ બ્રેઇન ગેમ્સ છે, જે રમીને તમે તમારી વિવિધ આવડત ચકાસી શકો છો. આ ગેમ્સ વારંવાર રમીને, તમારા સ્કોર સરખાવતા રહીને તમે તમારું લેવલ કેટલું અપ (કે ડાઉન!) ગયું એ પણ તપાસી શકો છો.
મોસિટી? સીધોસાદો ને સહેલો જવાબ આપવામાં મગજનું દહીં થઈ જાય એમ છે. ટૂંકમાં એમ કહી શકાય કે કેટલાક ખરેખરા ભેજાબાજોએ ભેગા થઈને, દુનિયાભરના લોકોનો બુદ્ધિઆંક ઊંચે લઈ જવાની વૈજ્ઞાનિક કસરત આદરી છે અને એનું પરિણામ છે આ લુમોસિટી. આ સાઇટ પર અનેક નાની નાની, હેતુપૂર્વક તૈયાર કરાયેલી, સાયન્ટીફિકલી ડિઝાઇન્ડ બ્રેઇન ગેમ્સ છે, જે રમીને તમે તમારી વિવિધ આવડત ચકાસી શકો છો. આ ગેમ્સ વારંવાર રમીને, તમારા સ્કોર સરખાવતા રહીને તમે તમારું લેવલ કેટલું અપ (કે ડાઉન!) ગયું એ પણ તપાસી શકો છો. સાઇટ પર વિવિધ કોર્સ પણ આપેલા છે. બેઝિક ટ્રેનિંગ, મેમરી બૂસ્ટ, સ્પીડ બૂસ્ટ, પ્રોબ્લેમ સોલ્વિંગ બૂસ્ટ વગેરે કોર્સમાં ભાગ લઈને, જે તે કોર્સને અનુરૂપ ગેમ્સ રમીને તમે તમારા મગજને વધુ કેળવી શકો છો (આ કેવું મજાનું, કોર્સમાં એડમિશન લઈને અંતે તો ગેમ જ રમવાની!)
તમે બુદ્ધિશાળી હશો તો પહેલો સવાલ એ થયો હશે કે આપણું મગજ તેજ કરવા માટે બીજા લોકો પોતાના મગજનું દહીં શા માટે કરે એ પણ મફતમાં? જવાબ એ છે કે અહીં બધું સાવ મફતમાં નથી. તમે આ સાઇટ પર જઈને તમારું એકાઉન્ટ ક્રિએટ કર્યા વિના પણ ઘણું કરી શકો છો, એકાઉન્ટ ક્રિએટ કરીને બેઝિક ફ્રી મેમ્બરશીપ મેળવી શકો છો અને તમારા મગજનું એસેસમેન્ટ કરવું હોય, વધુ ઊંડા ઊતરવું હોય તો પ્રીમિયમ મેમ્બરશીપ ખરીદી શકો છો. અત્યારે સાઇટ પર તમે મફત એકાઉન્ટ ક્રિએટ કરો તો સાત દિવસની પ્રીમિયમ મેમ્બરશીપની ટ્રાયલ ફ્રી મળે છે.
છતાં, ગજવું હળવું કરીને મગજ ભારે કરવાનો શોખ ન હોય તોય, મફતમાં પણ આ સાઇટમાં ઘણી મજા પડે એવું છે. સાઇટ પરની ગેમ્સ રમશો પછી સમજાશે કે પાંચ વત્તા છ કેટલા એટલું વિચારતાં પણ ક્યારેક મગજ બહેર મારી જાય છે. એને ટકોરાબંધ કરવું હોય તો સાઇટ સરસ છે.
હવે એક છેલ્લો સવાલ આવી અફલાતૂન સાઇટ સર્જવાનો વિચાર કોને આવ્યો હશે, વિચારી શકો છો? યસ્સ, એક ભારતીયનું ભેજું આ સાઇટની મેનેજમેન્ટની ટીમમાં ટોપ પર છે!
No comments:
Post a Comment